ચુંબકનું ધ્રુવમાન વ્યાખ્યાયિત આપી. અને એકમ લખો.
$5.0 \,cm$ લંબાઈના ગજિયા ચુંબકના મધ્યબિંદુથી $50 \,cm$ અંતરે વિષુવરેખીય અને અક્ષીય ક્ષેત્રોનું મૂલ્ય કેટલું હશે ? ઉદાહરણની જેમજ, ગજિયા ચુંબકની ચુંબકીય ચાકમાત્રા (મોમેન્ટ) $0.40\; A m ^{2}$ છે.
ચુંબકીય દ્વિ-ધ્રુવીને તેની અક્ષ પર કેન્દ્રથી $20 \mathrm{~cm}$ દૂર આવેલા બિંદુંએ ચુંબકીય અદિશ સ્થિતિમાન $1.5 \times 10^{-5} \mathrm{Tm}$ છે. તો દ્વિ-ધ્રુવીની ચુંબકીય ચાકમાત્રા___________$A \mathrm{~m}^2$છે. $(\frac{\mu_o}{4 \pi}=10^{-7} T m A^{-1}$આપેલ છે.
એક ચુંબકનો ઉતર ધ્રુવ ઉતર દિશા તરફ રાખીને મૂકતા, તેના વિષુવવૃત રેખા પર રહેલા $ P$ બિંદુએ ચુંબકીયક્ષેત્ર શૂન્ય થાય છે.હવે ચુંબકને $90˚ $ ફેરવતા $P$ બિંદુએ ચુંબકીયક્ષેત્ર કેટલું થાય? પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $B_H$ છે.
$5.25 \times 10^{-2} \;J\, T ^{-1}$ મેગ્નેટીક મોમેન્ટ ધરાવતા નાના ગજિયા ચુંબકને તેની અક્ષ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રહે તે રીતે રાખવામાં આવ્યો છે. ચુંબકના કેન્દ્રથી
$(a)$ તેના લંબ દ્વિભાજક પર, અને
$(b)$ તેની અક્ષ પર, કેટલા અંતરે પરિણામી ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે $45^{\circ}$ કોણ બનાવતું હશે ? આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર $0.42 \;G$ છે. અહીં ગણતરીમાં આવતા અંતરોની સરખામણીમાં ચુંબકની લંબાઈ અવગણો.
એક નાના ગજિયા ચુંબકના કેન્દ્રથી $x$ અને $3 x$ જેટલાં અંતરે વિરુદ્ધ દિશામાં ચુંબકની અક્ષને લંબરૂપે $A$ અને $B$ બિંદુઓ આવેલા છે.તો $A$ અને $B$ બિંદુઓના ચુંબકીય ક્ષેત્રના ગુણોતર